સૌરાષ્ટ - કચ્છ

માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ભાજપના અસંતુષ્ટ અને કોંગ્રેસ સાથે મળી ચલાવશે શાસન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના અસંતુષ્ટ જૂથના ગઠબંધન વાળી પેનલે વેપારી વર્ગની ચાર અને ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર પોતાના ઉમેદવારો અને બિન હરીફ કરાવ્યા હતા બાદમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક જીતી લીધી હતી માંગરોળ માર્કેટીંગ યાર્ડની કુલ ૧૬ બેઠકો માટે ગત વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ અને ભાજપના કગરાણા જૂથના ગઠબંધનને ચૂંટણીમાં ઝુકાવ્યું હતું જેમાં વેપારી વર્ગની ચાર અને ખરીદ વેચાણ સંઘની બે મળી કુલ છ બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ થયા હતા ખેડૂત વિભાગની ૧૦ બેઠકો પર ભાજપની પેનલે ઉમેદવારો રાખ્યા હતા ગઈકાલે મતદાન થયા બાદ મતગણતરી થતાં ઉપરોક્ત પરિણામ આવ્યું છે જેમાં ભાજપની પેનલનો કારમો પરાજય થયો છે અને ભાજપની સત્તાવાર પેનલની વિરુદ્ધ ઉભી કરવામાં આવેલી કોંગ્રેસ અને ભાજપના અસંતુષ્ટ જૂથ ની સંયુક્ત પેનલનો વિજય થયો છે ભાજપનો કારમો પરાજય છતાં આ અંગે સમગ્ર જિલ્લાભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે હવે ખેડૂત વિભાગ ખરીદ વેચાણ સંઘ અને વેપારી વિભાગમાં પણ કોંગ્રેસના જૂથને પેનલનો વિજય થતાં રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે

Related Posts