માંગલ ધામ ભગુડા: ચંદ્ર ગ્રહણ હોય તા. 8 ને મંગળવારે દર્શન બંધ રહેશે
આગામી તા. 8/11 /2022 ને મંગળવાર (પૂર્ણિમા) ના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મહુવા તાલુકાના ભગુડા ધામ ખાતે દર્શન બંધ રહેશે. આ દિવસના રોજ સવારના ભાગે 5.39 મિનિટ (ગ્રહણ સ્પર્શ)થી સાંજે 6.19 મિનિટ (ગ્રહણ મોક્ષ) સુધી દર્શન બંધ રહેશે. સાંજે 6:19 કલાકના ગ્રહણ મોક્ષ બાદ સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી થશે. ત્યારબાદ રાબેતા મુજબ દર્શન શરૂ રહેશે તેમ શ્રીમાંગલ માં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડાની એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments