સૌરાષ્ટ - કચ્છ

માંડવીની રૂકમાવતી નદીમાં ડૂબવાથી યુવાનનું મોત

માંડવી ખાતે રહેતા મુળજી મોહન કૉલી (ઉ.વ.૩૦) નામનો યુવાન માંડવીની રૂકમાવતી નદીમાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસથી સંકળો લોકો દોડી આવ્યા હતા. યુવાનને નદીમાંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કરતાં માંડવી પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી કરી હતી.

પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવોમાં બે યુવાન અને એક સગીર કન્યના અકાળે મોત નિપજ્યા છે. માંડવી શહેરની રૂકમાવતી નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત, તો, નખત્રાણા તાલુકાના મૂરૂ ગામે ૧૭ વર્ષની સગીરાએ ગળે ફાસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જ્યારે મોટા કાદીયા ગામે ગ્રામ પંચાયતની કચેરીમાં કલર કામ કરી રહેલા નાના અંગિયાના શ્રમજીવીનું વિજ આંચકાથી મૃત્યુ થયું હતું. બનાવને લઇ મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો.

Related Posts