માંડવી તાલુકાના વરેલી ગામએ દીપડાનું રહેણાંક સ્થાન બની ગયું હોય તેમ અવાર નવાર દીપડા પાંજરે પુરાવાની ઘટના બનતી રહે છે. ગત રોજ દોઢ વર્ષીય દીપડી ખેતરમાં મુકેલ પાંજરામાં ઝડપાઇ હતી. આ દીપડી સાથે એક જ ખેતરમાંથી ૩૦ કરતાં વધુ દીપડા પાંજરે પુરાયા છે. મળતી વિગતો મુજબ માંડવી તાલુકાનું વરેલી ગામ એ દીપડાનું પ્રિય આશ્રય સ્થાન બની ગયું છે. અવાર નવાર દીપડા દ્વારા કૂતરા – પાલતુ પશુના શિકારની ઘટના બનતી રહે છે.
ગામના રહેણાંક વિસ્તારમાં દીપડા લટાર મારતાં પહોંચી જતા હોય છે. વનવિભાગ દ્વારા વરેલી ગામમાંથી મોટી સંખ્યામાં દીપડાને ઝડપી પાડ્યા છે. ત્યારે ગામમાં આવેલ યુસુફભાઈ ભીખાભાઈ મહિડાના ખેતરમાં અવાર નવાર દીપડા દેખાવના બનાવ બનતા વિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા યુસુફભાઈના ખેતરમાં પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું.
આ પાંજરામાં ગત રોજ સવારે એક દોઢ વર્ષીય દીપડી પાંજરે પુરાય હતી. આ સાથે એક જ ખેતરમાંથી ૩૦ કરતાં વધુ દીપડા પાંજરે પુરાયા છે. દીપડા અવાર નવાર ફાર્મ હાઉસ પર આવતાં ખેતર માલિકોમાં ભય જાેવા મળી રહ્યો છે.
Recent Comments