fbpx
રાષ્ટ્રીય

માં કાલીના અપમાન વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવદેન, દેવીનો આશીર્વાદ ભારત સાથેઃ વડાપ્રધાન મોદી

માતા કાલી વિવાદની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામકૃષ્ણ પરમહંસ મિશનની આ જાગૃત પરંપરા છે. આ રામકૃષ્ણ પરમહંસ જેવી વિભૂતિની સાધનાથી પ્રકટ થઈ છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એક એવા સંત હતા, જેમણે માતા કાલીના સ્પષ્ટ સાક્ષાત્કાર કર્યા. તેમણે માતા કાલીના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું. તેઓ કહેતા હતા કે તે સંપૂર્ણ જગત, ચર-અચર, બધુ જ માતાની ચેતનાથી વ્યાપ્ત છે. આ ચેતના બંગાળની કાલી પૂજામાં જાેવા મળે છે. આ ચેતના બંગાળ અને આખા ભારની આસ્થામાં જાેવા મળે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ ચેતના અને શક્તિની કિરણને સ્વામી વિવેકાનંદના રૂપમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ પ્રકાશિત કરી હતી. સ્વામી વિવેકાનંદને જે માતા કાલીની અનુભુતિ થઈ, તેમના જે આધ્યાત્મિક દર્શન થયા, તેમને તેમની અંદર અસાધારણ ઊર્જા અને શક્તિનો સંચાર કર્યો.

.સ્વામી વિવેકાનંદ જેવા બળવાન વ્યક્તિત્વ, આટલું વિશાળ પાત્ર, પરંતુ જગતમાતા કાલીની સ્મૃતિમાં, તેમની ભક્તિમાં તે નાના બાળકની જેમ ઉત્સાહિત થઈ જતા હતા. ભક્તિની એવી નિશ્ચલતા અને શક્તિની સાધનાનો એવા સામર્થ્ય, સ્વામી આત્મસ્થાનંદમાં પણ જાેવા મળી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લી ક્ષણ સુધી સ્વામી આત્મસ્થાનંદનો મારી પર આશીર્વાદ છે અને હું તે અનુભવ કરી રહ્યો છું કે સ્વામીજી મહારાજ ચેતન સ્વરૂપમાં આજે પણ અમને આશીર્વાદ આપી રહ્યા છે. મને ખુશી છે તેમના જીવન અને મિશનને જન-જન સુધી પહોંચાડવા માટે આજે બે સ્મૃતિ સંસ્કરણ, ચિત્ર જીવન અને ડોક્યુમેન્ટ્રી પણ રીલિઝ થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે સંન્યાસી માટે જીવ સેવામાં પ્રભુ સેવાને જાેવી, જીવમાં શિવ જાેવા, એ જ સર્વોપરિ છે. આ મહાન સંત પરંપરાને, સન્યસ્થ પરંપરાને સ્વામી વિવેકાનંદજીને આધુનિક રૂપમાં ઢાળી. સ્વામીજીએ પણ સન્યાસના આ સ્વરૂપને જીવનમાં જીવ્યું, અને ચરિતાર્થ કર્યું.

Follow Me:

Related Posts