રાષ્ટ્રીય

માઇક્રોવેવ યુઝ કરતી વખતે ના કરો આ ભૂલો, નહિં તો બગડી જશે તમારી હેલ્થ

આજના આ સમયમાં અનેક લોકોના ઘરમાં માઇક્રોવેવ હોય છે. માઇક્રોવેવથી ગૃહિણીઓ માટે અનેક વસ્તુઓ સરળ થઇ ગઇ છે. માઇક્રોવેવમાં વાનગીઓ સરળતાથી જલદી ગરમ થઇ જાય છે અને બહુ મહેનત પણ પડતી નથી. પરંતુ અનેક લોકો માઇક્રોવેવનો ઉપયોગ ખોટો કરી બેસતા હોય છે જેના કારણે માઇક્રોવેવ જલદી બગડી જાય છે અને પછી મોટો ખર્ચો આવે છે. જો તમે આ નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારી હેલ્થ સારી રહેશે અને તમે જલદી બીમાર પણ નહિં પડો.

વારંવાર ખાવાનું ગરમ ના કરો

રિસર્ચ અનુસાર માઇક્રોવેવમાં વારંવાર ખાવાનું ગરમ કરવાથી પૌષ્ટિક્તા ઓછી થઇ જાય છે, જેના કારણે સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે તમારી ઇમ્યુનિટી પણ ઓછી થાય છે.

પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરવાથી બચો

માઇક્રોવેવમાં પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ તમારે ના કરવો જોઇએ. પ્લાસ્ટિકના વાસણોમાં ખાવાનું ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર વધુ માત્રામાં પ્લાસ્ટિકના વાસણોમાં જમવાનું ગરમ કરવાથી પ્રજનન ક્ષમતા નબળી પડે છે. આ કારણે શરીરમાં અનેક ઘણી બીમારીઓ એન્ટ્રી કરી જાય છે.

ઢાંકીને ખાવાનું ગરમ ના કરો

જો તમે માઇક્રોવેવમાં ઢાંકીને ખાવાનું ગરમ કરો છો તો તમારી હેલ્થને અનેક ઘણું નુકસાન થઇ શકે છે.

બને ત્યાં સુધી બાળકોને માઇક્રોવેવનું ખાવાનું આપવાનું ટાળો

તમારા બાળકોને માઇક્રોવેવમાં કરેલું ગરમ ખાવાનું આપવાનો ટાળો. હેલ્થ એક્સપર્ટ અનુસાર નિયમિત બાળકોને આ ટાઇપનું ખાવાનું આપો છો તો એના મગજ પર ખરાબ અસર પડે છે.

ફ્રોજન ફુડ ગરમ ના કરો

જો તમે માઇક્રોવેવમાં ફ્રોજન ફુડ ગરમ કરો છો તમારી આ આદતને આજે જ બદલી નાંખો. માઇક્રોવેવમાં ફ્રોજન ફુડ ગરમ કરવાથી એ જલદી બગડી જાય છે અને હીટિંગ પર એની સૌથી ખરાબ અસર પડે છે.  આવામાં માઇક્રોવેવ જલદી ખરાબ થઇ જાય છે. આ માટે ફ્રોજન ફુડને બહાર જ ગરમ કરો. ફ્રોજન ફુડમાં બરફ થવાને કારણે માઇક્રોવેવમાં હિટિંગમાં પ્રોબ્લેમ્સ થાય છે.

Related Posts