માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે કરી મુલાકાત
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે દિલ્હી ખાતે માઇક્રોસોફ્ટ કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી.
કોવિડ મહામારી દરમિયાન ભારતે ઉમદા કામગીરી કરી એ બદલ બિલ ગેટ્સે ભારતની પ્રશંસા કરી.
કોવિડના કપરા કાળમાં આકાર પામેલો વોર રૂમ જે હવે હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને નેશનલ પબ્લિક હેલ્થ ઓબ્ઝર્વેટરી (NPHO) તરીકે ઓળખાય છે, આરોગ્ય મંત્રીશ્રીએ બિલ ગેટ્સને આ વોર રૂમની મુલાકાત કરાવી.
આ વોર રૂમની મદદથી કોવિડ કેસ સફળ રીતે ટ્રેક થયા હતા અને ઝડપી રસીકરણ પણ આ વોર રૂમને આભારી છે. AI અને અન્ય ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કાર્યક્રમો અને અન્ય સ્વાસ્થ્ય અંગેની સામાજિક પહેલની સ્થિતિનું મોનીટરીંગ આજે અહીંથી કરવામાં આવે છે
Recent Comments