fbpx
રાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા સામે આવી

માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેના કારણે દુનિયાભરમાં એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેંકિંગ અને ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. હવે આ અંગે ભારત સરકાર તરફથી નિવેદન આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘સ્ઈૈં્‌રૂ વૈશ્વિક આઉટેજ અંગે માઇક્રોસોફ્ટ અને તેના સહયોગિઓ સાથે સંપર્કમાં છે. આ આઉટેજનું કારણ જાણવામાં આવ્યું છે અને સમસ્યાના ઉકેલ માટે અપડેટ્‌સ જાહેર કરવામાં આવ્યા છે. ઝ્રઈઇ્‌ ટેક્નિકલ એડવાઈઝરી જાહેર કરી રહ્યું છે. દ્ગૈંઝ્ર નેટવર્ક અસરગ્રસ્ત નથી.

માઈક્રોસોફ્ટ આઉટેજ પર, બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું, “માઈક્રોસોફ્ટ ૩૬૫ અને માઈક્રોસોફ્ટ સ્યુટ્‌સ લાખો ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાય છે. આ પ્લેટફોર્મ પર કોઈપણ આઉટેજ ઘણી કંપનીઓના વ્યવસાય અને કામગીરીને અવરોધે છે. મને આશા છે કે માઈક્રોસોફ્ટ ટૂંક સમયમાં તેની સેવાઓ પુનઃસ્થાપિત કરશે.” સેવાઓ શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત થાય તેની ખાતરી કરવા માટે ભારત સરકાર સ્ૈર્ષ્ઠિર્જકં સાથે કામ કરશે. માઈક્રોસોફ્ટ વિન્ડોઝ યુઝર્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ખામીને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ એરર અનુભવી રહ્યા છે. આ અંગે માઈક્રોસોફ્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ક્રાઉડસ્ટ્રાઈક અપડેટને કારણે આ સમસ્યા ઉભી થઈ છે.

Follow Me:

Related Posts