માઈક્રો અને નેનો ફ્લેટનો કન્સેપ્ટ હોંગકોંગમાં ફલેટ બની રહ્યાં છે
હોંગકોંગ વિશ્વના સૌથી ગીચ શહેરોમાં એક છે. અહીં પ્રોપર્ટીની માંગ જબરજસ્ત છે, પરંતુ સપ્લાય લિમિટેડ છે. ૨૦૧૦થી લઈને ૨૦૧૯ સુધી અહીં ફ્લેટની કિંમતમાં લગભગ ૧૮૭ ટકા વધારો થયો છે. અહીં ઘરની સરેરાશ કિંમત લગભગ ૧૩ લાખ ડોલર એટલે કે દસ કરોડ રૂપિયા છે. તેની સામે અહીં લઘુત્તમ વેતન પ્રતિ કલાક ૪.૮૨ ડોલર એટલે કે ૩૫૦ રૂપિયા છે. આમ અહીં જબરજસ્ત વિરોધાભાસ જાેવા મળે છે. આમ અહીં એક કુશળ કારીગર અથવા તો સાદા શબ્દોમાં કહીએ તો ઉત્તમ કક્ષાના સોફ્ટવેર નિષ્ણાતે પણ ૬૫૦ ચોરસ ફૂટનું મકાન ખરીદવા માટે ૨૧ વષ સુધી કામ કરવું પડશે. એફોર્ડેબલ હાઉસિંગનો ખ્યાલ ડેવલપરોને ૨૦૧૫ પછી ત્યારે આવ્યો જ્યારે સરકારે ઘર બનાવવાનો નિયમો વધારે સરળ બનાવ્યા. તેના પહેલા નેચરલ લાઇટ અને વેન્ટિલેશન જરૂરી હતું.
આ ઉપરાંત ફાયર સેફ્ટી કોડ હેઠળ કિચનને એક દીવાલ દ્વારા ઘરની મુખ્ય દીવાલથી અલગ બનાવવું પડતું હતું. તેમા બારી પણ હતી. નિયમ સરળ થતાં જ ઓપન કિચનનું કલ્ચર વિકસ્યું અને બિલ્ડરોએ માઇક્રો અને નેનો ફ્લેટ બનાવવાની શરૂ કરી દીધા. આવા ઘરોમાં બાથરૂમ એટલા નાના હોય છે કે કેટલાક બાથરૂમમાં તો ટોયલેટની શીટ પર જ શાવર હોય છે. એભોર્ડેબલ હાઉસિંગ સાંભળો એટલે તમારા મગજમાં એક જ વાત આવે કે બે કે એક બેડરૂમ, હોલ અને કિચન હશે. તેની જાેડે બાથરૂમ પણ હશે અને બાલ્કની હશે. આ માટે કમસેકમ ૫૦૦થી ૭૦૦ ચોરસ ફૂટની જગ્યા જાેઈએ. પણ શું તમને ખબર છે કે હોંગકોંગમાં એફોર્ડેબલ હાઉસિંગના નામે હવે આમા બેડરૂમ ક્યાં બનશે, કિચન ક્યાં બનશે તથા બાથરૂમ ક્યાં બનશે.
બાલ્કનીનું તો બલિદાન જ આપવું પડશે. હોંગકોંગમાં રહેવું હોય તો તમારી પાસે બહુ બધા રૂપિયા હોવા જાેઈએ અથવા તો સમાધાન કરતા આવડવું જાેઈએ. અહીં ફ્લેટના ભાવ એટલા બધા છે કે માઇક્રો અને નેનો ફ્લેટના કન્સેપ્ટ પર પણ ફ્લેટ બની રહ્યા છે. માઇક્રો ફ્લેટ લગભગ ૨૨૦ ચોરસ ફૂટનો હોય છે અને નેનો ફ્લેટ ૧૩૦ ચોરસ ફૂટનો હોય છે. માઇક્રો ફ્લેટમાં તમે એક બેડ, નાનું મેજ અને એક ખુરશી જ મૂકી શકો છો, બીજું કશું નહી. માઇક્રોફ્લેટ અંગે તમે સમજી ગયા હશો તો નેનો ફ્લેટ અંગે વિચારી પણ નહી શકો. તેનું કદ એક કાર પાર્કિંગ જેટલું હોય છે.
Recent Comments