ઉનાળામાં ઠેરઠેર જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. જંગલો તેમજ ગાડીઓમાં મોટાભાગના આગના બનાવો સામે આવે છે, જેમાં રાજસ્થાનના માઉન્ટ આબુના રસ્તા ઉપર એક ઈકો ગાડીમાં અચાનક આગ લાગી હતી. ડ્રાઇવરને આગની જાણ થતાં ગાડી ચાલકે રસ્તા પરથી ગાડી સાઇડમાં કરી ગાડીમાં સવાર મુસાફરોને સાવચેતીથી ઉતારી દીધા હતા, જેથી મોટી જાનહાનિ થતાં ટળી હતી.ર્ જાે કે જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટેગોટા જાેવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગના કારણે ગાડીમાં મોટું નુકસાન પહોંચ્યું હતું.રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના રસ્તા ઉપર ઈકો ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ગાડીમાં આગ લાગતાં જ ઈકો ગાડીમાં સવાર મુસાફરો સાવચેતી રાખી ઉતરી જતાં મોટી જાનહાનિ થતાં ટળી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
માઉન્ટ આબુમાં ઈકો ગાડીમાં અચાનક આગ લાગી

Recent Comments