અમરેલી

માછીમારી કરતા નાગરિકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ મેળવ્યો

જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. અમરેલી જિલ્લામાં માછીમારી કામગીરી સાથે સંકળાયેલા લોકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાતા કાર્ડ બાબતે સુધારણા કરવા અને નવા કાર્ડ અંગેની કામગીરી બાબતે લાભ મેળવ્યો હતો. મહત્વનું છે કે, અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાફરાબાદ સ્થિત શ્રી નૂતન શાળા ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Posts