માછીમારોએ પોતાની બોટ સલામત અને સુરક્ષિત સ્થળે લંગારવી
રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગની તા.૨૬ ઓગસ્ટ, ૨૦૨૪ની સૂચના અનુસાર પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હવામાન પલટાયું છે. ભારે પવન ફુંકાવાનો માછીમારોને તેમના બોટસ માટે ટોકન ઇસ્યુ થઈ શકશે નહિ. તા.૩૧.૮.૨૦૨૪ સુધી પલટાયેલા હવામાન તથા ભારે પવન ફુંકાવાની આગાહી છે. આથી, જિલ્લામાં માછીમારી કરતા હોય તે તમામને તેમની બોટને તાત્કાલિક અસરથી પરત ફરવા સૂચના છે. વધુમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા અનુરોધ કરવામાં આવ્યો છે.
દરિયામાં બોટને ન લઈ જવા માછીમારોને ટોકન આપવામાં આવશે નહિ, આથી ટોકન આપવાની કામગીરી બંધ છે. અમરેલી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ બોટ અને હોડી માલિકો અને એસોસિએશન પ્રમુખ અને માછીમાર આગેવાનોને માછીમારોને તે અંગેની જાણ કરવા અપીલ છે. માછીમારોના જાન-માલને નુકશાન ન થાય તે માટે સાવચેતી રાખવી. માછીમારોએ પોતાની બોટ સલામત અને સુરક્ષિત સ્થળે લંગારવી, તેમ અમરેલી જિલ્લા – જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments