માછીમારોને હાથોહાથ વિવિધ સહાય યોજનાઓનો લાભ આપવામાં આવશે
માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે માછીમારોના કલ્યાણ અર્થે સાગર પરિક્રમા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મત્સ્ય ઉદ્યોગ કલ્યાણકારી યોજનાઓનો લાભ માછીમારોને મળી રહે તે માટે તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ને શનિવારના રોજ સાંજે ૪.૩૦ વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં, અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર સ્થિત કામનાથ મહાદેવ મંદિર નજીક આવેલા સમૂહ લગ્ન મેદાન ખાતે માછીમારોને હાથોહાથ વિવિધ સહાય યોજનાઓનો લાભ આપવામાં આવશે.
કાર્યક્રમમાં ભારત સરકારના મત્સ્યપાલન અને પશુપાલન રાજ્યમંત્રીશ્રી ડૉ. સંજીવકુમાર બાલિયાન, ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રીશ્રી ડૉ. એલ મુરુગન, કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી, સામજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર સી મકવાણા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ભારત સરકારના મત્સ્યપાલન વિભાગના સચિવશ્રી જે એન સ્વેન સહિતના ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ માછીમારો અને જાફરાબાદ તાલુકાના નાગરિકોને ઉપસ્થિત રહેવા, ભારત સરકારના મત્સ્યપાલન સંયુક્ત સચિવશ્રી જે. બાલાજી અને ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યપાલન સચિવશ્રી ભીમજીયાણીએ અનુરોધ કર્યો છે.
Recent Comments