fbpx
અમરેલી

માજી સૈનિકોને કેન્દ્રીય સૈનિક બોર્ડ તરફથી મળતી સહાય મેળવવા જોગ

કેન્દ્રીય સૈનિક બોર્ડ નવી દિલ્હીની વેબસાઈટ પર સ્કોલરશીપ, લગ્ન સહાય વગેરે માટે કરેલી ઓનલાઈન અરજી મંજૂર કરવામાં આવી છે. પરંતુ ઓનલાઇન અરજીમાં જે લાભાર્થી એ પોતાનું નામ અને બેંક ખાતા નંબર બેન્ક પાસબુક મુજબ લખ્યું ન હોવાથી કોર બેન્કિંગ મારફત ચુકવણું થયેલ નથી એવા લાભાર્થીઓને કેન્દ્રીય સૈનિક બોર્ડ નવી દિલ્હી તરફથી ઈમેલ કરવામાં આવેલ છે. તેઓએ એન.ઈ.એફ.ટી મેન્ડેટ ફોર્મ ભરી બેંક પાસ બુક નું પ્રથમ પાનું તથા આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાં અરજી સાથે રજુ કરવાનું રહેશે. જે ફોર્મ તથા તેના સંલગ્ન કાગળો કેન્દ્રીય સૈનિક બોર્ડ નવી દિલ્હીને મોકલ્યા બાદ મંજૂર કરવામાં આવેલ સહાય તેઓના ખાતામાં જમા કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટનો રૂબરૂ અથવા ટેલિફોન નં. ૦૨૮૧-૨૪૭૬૮૨૫ પર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts