માણસા માર્કેટ યાર્ડમાં ટ્રેડિંગ કંપની ચલાવનારા વેપારીને જૂહાપુરાના સ્ક્રેપના વેપારી સાથે અને અન્ય વેપારીઓ સાથે સ્ક્રેપના માલની ખરીદી અને વેચાણનો ધંધો કરી નફાની આશાએ મૂડી રોકાણ કર્યું હતું. પરંતુ શરૂઆતમાં વેપારીએ સમયસર પૈસા આપી વિશ્વાસ સંપાદન કર્યા બાદ ૪ વેપારીએ ભેગા મળી માણસાના વેપારી સાથે થયેલ વ્યવહાર પૈકી ૧. ૪૧ કરોડ પણ વધુ રકમ પરત ન આપતા વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે સ્ક્રેપના ૪ વેપારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે. માણસાની મહેશ્વરી સોસાયટીમાં રહેતા અને મહેશ્વરી ટ્રેડિંગ કંપની નામની દુકાન ધરાવતા મુકેશકુમાર જવાહરલાલ વાણીયા આશરે દોઢ વર્ષ અગાઉ ચાંદખેડા ખાતે ભાઈની દુકાને ગયેલા તે વખતે બંને ભાઈ ધંધા બાબતે વાતચીત કરતા હતા.
તે વખતે જુહાપુરામાં રહેતો અને એમ.એસ.એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવતો રિઝવાન રફિકભાઈ મોહમ્મદ તે વખતે હાજર હતો. વાત સાંભળી પોતે સ્ક્રેપનો ધંધો કરે છે અને જાે તમે મૂડી રોકાણ કરો તો સ્ક્રેપનો માલ બતાવશે. જેથી વેપારીએ તેમણે રિઝવાન રફિકભાઈ મોહમ્મદ પાસે ૪૮,૭૧,૧૯૦ રૂપિયા, તનવીર મન્સૂરી એશિયન સ્ક્રેપ ટ્રેડિંગ પાસે ૪૪,૯૩,૮૧૦ રૂપિયા, એવન એન્ટરપ્રાઇઝના સલીમખાન પઠાણ પાસે ૪૬,૯૪,૧૪૭ રૂપિયા અને એક્વા એન્ટરપ્રાઇઝના નીતિનભાઈ પારગી પાસે ૧,૦૮,૮૮૩ રૂપિયા મળી કુલ ૧,૪૧,૬૮,૦૩૦ રૂપિયા બાકી લેવાના નીકળતા હોવા છતાં પરત આપતા ન હતા.



















Recent Comments