માણસામાં કોંગ્રેસે પેટ્રોલ, ડિઝલ અને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું
શનિવારે સવારે માણસા શહેરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પેટ્રોલ,ડિઝલ અને મોંઘવારી મુદ્દે ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસના કાર્યકરો આ વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ ગરીબ-કિસાન વિરોધી સરકાર નહિ ચલેગીના નારા લગાવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાબુસિંહજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરવતસિંહ ચાવડા, યુથ કોંગ્રેસ પ્રમુખ પિયૂષભાઇ પંચાલ, પીસી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જાેડાયા હતા. ઉલ્લેખનીય બાબત છે કે હાલમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ૧૦૦ની નજીક પહોંચ્યા છે ત્યારે ગઇકાલે સમગ્ર દેશભરમાં કોંગ્રેસે જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Recent Comments