ગુજરાત

માણસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનરિદ્રોલ અને ઇટાદરા ગામમાં બાંગ્લાદેશીઓ હોવાની આશંકા

ગાંધીનગરના માણસામાં ગેરકાયદે રીતે બાંગ્લાદેશીઓ રહેતા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદે મામલતદારને આ શંકાને પગલે આવેદનપત્ર પણ આપ્યુ છે. માણસાના રિદ્રોલ અને ઇટાદરા ગામમાં બાંગ્લાદેશીઓ હોવાની આશંકાને આધારે આ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. અસામાજિક તત્વો દ્વારા ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ છે. આધારકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ પણ કઢાવી લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે મામલતરની સાથે ગૃહ રાજ્યમંત્રી, ડ્ઢય્ઁ, કલેકટર અને ધારાસભ્યને પણ આ આવેદનપત્ર મોકલ્યું છે.

Related Posts