fbpx
ગુજરાત

માતરના ઊંઢેલા ગામમાં બંદોબસ્તમાં જઈ રહેલા પોલીસ કર્મીની મોટરસાયકલને કારે ટક્કર મારતા મોત

માતરના ઊંઢેલામાં કોમી તોફાન થયું હતું. જે માટે ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે બંદોબસ્ત માટે જતા નડિયાદના પોલીસ કર્મચારીનું માતર નજીક અકસ્માતમાં મોત થયું છે. જેથી પોલીસ બેડામાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે. નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી રાકેશ જસવંતલાલ ગઢવી આજે સવારે પોતાનું મોટરસાયકલ લઈને માતર તાલુકાના ઊંઢેલામાં બંદોબસ્તમાં જતા હતા. તેમનું મોટરસાયકલ નેશનલ હાઇવે નંબર આઠ પર આવતા વળાંક આગળ રોડ ક્રોસ કરવા માટે ઉભા હતા, તે વખતે પૂરપાટ ઝડપે આવેલી એક કારના ચાલકે તેમના મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં રાકેશભાઈને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસ આલમમાં શોકનો માહોલ જાેવા મળ્યું હતું. મૃતક પોલીસ કર્મચારી મહેમદાવાદ પાસેના વરસોલા ગામના વતની હતા. માતર પોલીસે આ બનાવ અંગે ગુનો નોધી કાર્યવાહી? હાથ ધરી છે.

Follow Me:

Related Posts