માતરના વાસણા રોડ પરથી દારૂ વેંચતો એક ઝડપાયો, પોલીસ ટીમે 8 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
માતરના વાસણા રોડ પરથી દારૂ વેંચતો એક ઝડપાયો, પોલીસ ટીમે 8 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો માતરના વાસણા રોડ પરથી દારૂ વેંચતો એક ઝડપાયો, પોલીસ ટીમે 8 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ખેડા-નડિયાદ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે બાતમી મળી હતી કે વાસણા રોડ ઉપર રહેતા દીપક ઉર્ફે દિપો તળપદા તેના ઘરની આગળ ચોરી છુપીથી વિદેશી દારૂ અને બીયરના ટીનનુ વેચાણ કરે છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. તે સમયે એક ઇસમ બાતમી આધારિત સ્થળે બેઠો હતો પોલીસ ટીમે તેને રાઉન્ડઅપ કરી બાતમી આધારિત સ્થળે તલાસી લેતા વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસ ટીમે વિદેશી દારૂની બોટલો નંગ-55 કિ રૂ 5500, બિયરના ટીન નંગ-16 કિ રૂ 1600,રોકડ રૂ 1400 મળી કુલ રૂ 8, 500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમની ફરિયાદ આધારે માતર પોલીસે દીપક ઉર્ફે દિપો મણીભાઇ તળપદા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments