ગુજરાત

માતામાંથી શિશુમાં પહોંચ્યો કોરોના, જન્મના ૫માં દિવસે ખબર પડી, ૧૧માં દિવસે વેંટિલેટર પર

કોરોના વાયરસના કહેરથી ગુજરાતનુ સુરત શહેર કંપી રહ્યુ છે. અહીં રોજ સેંકડો નવા દર્દી મળી રહ્યા છે. સક્રિય દર્દીઓ મામલે સુરત અન્ય શહેરોથી આગળ છે. સ્મશાનો પર રોજ ૮૦થી વધુ લાશો પહોંચી રહી છે. એવામાં ચોવીસ કલાક અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. આજે સુરતથી એક એવો કેસ સામે આવ્યો છે કે જે કદાચ કોઈ શહેરમાં નથી થયો.

સુરતમાં કોરોના પૉઝિટીવ એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જાે કે, માથી શિશુ પણ કોરોના સંક્રમિત થઈ ગયુ જેની જાણ તેના જન્મના ૫માં દિવસે થઈ. ત્યારબાદ તેને રેમડેસિવર ઈંજેક્શન લગાવવા પડ્યુ. ૧૧ દિવસનો એ માસુમ હવે વેંટિલેટર પર છે. લોકો તેની જિંદગીની દુઆ કરી રહ્યા છે.

એક ડૉક્ટરે જણાવ્યુ કે જન્મ બાદ નવજાત શિશુ સામાન્ય હતો. પરંતુ ૫માં દિવસે એક્સ-રે કર્યો તો એકદમ સફેદ આવ્યો. એટલે કે તે પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો હતો. બાળ રોગ વિશેષજ્ઞ ડૉ. અલ્પેશ સિંઘવીએ જણાવ્યુ કે બાળકની મા કોરોના સંક્રમિત હતી. જાે કે ઘણી દેખરેખના કારણે બાળકની હાલત સ્થિર છે.

Follow Me:

Related Posts