fbpx
ગુજરાત

માતા-પિતાએ ચેતવા જેવો કિસ્સોહેડિંગ- પાટણ જીલ્લાના ભેમોસણ ગામે દોઢ વર્ષના બાળકનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત

પાટણ જિલ્લામાં એક ખુબજ દુઃખદ ઘટના બની હતી જેમાં એક દોઢ વર્ષના માસૂમ બાળકનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. પાટણ જીલ્લામાં ભેમોસણ ગામે દોઢ વર્ષનું બાળક મિતેષ અભેસંગજી ઠાકોર રમતો હતો. તેની માતા ન્હાવા બેઠી હતી. બાદમાં રમતા રમતા બાજુમાં પાણીના હોજ પર મૂકેલી પાણીની મોટરના જીવિત વીજ વાયર બાળક પકડી લેતા શોર્ટ લાગતા બાળક ઢળી પડ્યું હતું. બાદમાં માતાએ બાળકને જાેતા બૂમાબૂમ પાડી હતી અને પાડોશીઓએ બાળકને તાત્કાલિક પાટણ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સપડાઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ તમામ માતા-પિતા એ ઘરમાં નાનું બાળક હોયતો ખૂબ સાવચેત રહવું જાેઈએ અને નાણાં બાળક કોઈપણ જાેખમી ચીજવસ્તુ પાસે ના જાય તેનું ધ્યાન રાખવું જાેઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારની અનઈછનીય ઘટના બને નઈ.

Follow Me:

Related Posts