માતા, પુત્ર ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
જામજાેધપુરમાં ટેલિફોન એકસચેન્જ પાસે સોસાયટીમાં રહેતા અને રેલ્વેમાં ટ્રોલી મેન તરીકે નોકરી કરતા યોગેશભાઇ ભુપતભાઇ ભેડાના પત્ની સોનલબેન યોગેશભાઇ (ઉ.વ. ૩૨) અને તેના છ વર્ષના માસુમ પુત્ર મયંક ઉર્ફે મહેક (ઉ.વ.૦૬)એ મંગળવારે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાના સુમારે માર્કેટીંગ યાર્ડ નજીક રેલ્વે ટ્રેક પર પસાર થતી પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેન હેઠળ ઝંપલાવી દીધુ હતુ.
જાણવા મળતી વિગત અનુસાર જેથી આ ધસમસતી ટ્રેન હેઠળ પડતુ મુકનારા માતા અને માસુમ પુત્રના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ રેલ્વે પોલીસ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. જામજાેધપુરની ભાગોળે માર્કેટ યાર્ડ પાસે રેલ્વે ટ્રેક પર મહિલાએ છ વર્ષના માસુમ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતુ મુકી જીવાદોરી ટુંકાવી લીઘી હોવાનો બનાવ બહાર આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે. કોઇ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલુ ભરી લેનારા મૃતક રેલ્વેમાં ટ્રોલીમેન તરીકે કામ કરતા કર્મી.ના પત્ની હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે બંને મૃતદેહનો કબજાે સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તબકકે કોઇ અગમ્ય કારણોસર આ પગલુ ભરી લીધુ હોવાનુ મનાય રહયુ છે.પોલીસે સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments