માતા વૈષ્ણો દેવી મંદિરમાં એક મહિલા પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવતા પોલીસ ધરપકડ કરી

જમ્મુ અને કાશ્મીરના પહાડો પર બિરાજમાન માતા વૈષ્ણો દેવી મંદિરમાં એક મહિલા પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવતા પોલીસે તાત્કાલિક ધોરણે તેની ધરપકડ કરી લીધી હતી. આ મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે દિલ્હીની રહેવાસી છે. તે દર્શન કરવા માટે મંદિરમાં પહોંચી છે.
આ મામલે પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે. હવે આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી મહિલા કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે કે નહીં કે પછી તે પોતે આ કાવતરામાં સામેલ છે? પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવી જ એક ઘટનામાં ઉત્તર પ્રદેશના યાત્રાળુ સંજય સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સોમવારે ઈમારત નજીક તેની બેગમાંથી ૨ કારતૂસ મળી આવ્યા હતા. તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ બાબતે પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલાની ઓળખ જ્યોતિ ગુપ્તા તરીકે થઈ છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીની એક મહિલા યાત્રાળુ પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે આ માહિતી આપતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૪-૧૫ માર્ચની રાત્રે, જ્યોતિ ગુપ્તાને ‘ભવન‘ (ગર્ભગૃહ) નજીક એક ચેકપોઈન્ટ પર હથિયાર અને ૬ રાઉન્ડ સાથે પકડવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જ્યોતિ ગુપ્તા પાસેથી મળેલી બંદૂકનું લાઈસન્સ થોડા વર્ષો પહેલા સમાપ્ત થઈ ગયું હતું.
Recent Comments