ભાવનગર

માતૃભાષા પર્વના આયોજન નિમિત્તે બાળ સાહિત્યના પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું

ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર, એસ.જી.વી.પી અને ઝેડ-કેડ ફાઉન્ડેશન દ્વારા સંત સાન્નિધ્યે સાહિત્યોત્સવ માતૃભાષા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અને નાનેરાંઓને નમન કરતાં બાળસાહિત્યનાં પુસ્તકોનું વિમોચન કરવામાં થયું હતું. જેમાં મહેસાણામાં સી.આર.સી.કો. ઓર્ડીનેટર સુશ્રી હેતલબેન મહેતાની બાળ લઘુનવલ “અમારે મોન્ટી જેવા થવું છે.” પુસ્તકનું વિમોચન બાળકલાકારો; ગુજરાતી વેબ સીરીઝ વિઠ્ઠલ તીડીના બાળ કલાકાર વિશાલ ઠક્કર,ભવ્યા શિરોહી, યુ ટ્યુબર તન્વી દોશી અને જૈનેશ પટેલના હસ્તે સંપન્ન થયું હતું.

Related Posts