સાવરકુંડલામાં ઘણાં લાંબા સમયથી વિવિધ વિદ્યાર્થીઓને લગતી પ્રવૃત્તિઓ કરતી સંસ્થા માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા તા.૨૩/૦૯/૨૦૨૩ના ‘સંકલ્પ દિવસ‘ના ઉપક્રમે તા. ૨૪/૦૯/૨૦૨૩ ના ‘રકતદાન શિબિર’નું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ડૉ.જે.બી.વડેરા તથા મેહુલભાઈ વ્યાસ તેમજ રેડક્રોસ સોસાયટી રાજકોટ ના પ્રતિનિધિ દ્વારા દિપ પ્રાગટ્ય કરી શિબિર ચાલુ કરેલ. આ પ્રસંગે મેઘવાળ સમાજના તેમજ સેવાભાવી મહાનુભાવો, વડીલો, સ્નેહીઓ, બહેનો રકતદાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા. અત્રે ઉલ્લેખનિય એ છે કે આ પ્રસંગે મહિલા રકતદાતાઓ રકતદાન કરી અને બીજાને પણ પ્રેરણા લેવા જણાવેલ. ટ્રસ્ટીઓએ તમામ નામી-અનામી લોકો તેમજ ખાસ રકતદાતા તેમજ આ પ્રસંગને સફળ બનાવવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે લોકોએ જહેમત ઉઠાવી છે તે તમામનો અમે આ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવેલ જેના થકી આ પ્રસંગ દીપી ઉઠેલ..તેમજ રકતદાન કરી કોઈનો જીવ બચાવવા જેવી ઉમદા કામગીરી કરી રાષ્ટ્ર નિર્માણ ના ભાગીદાર બનવાની અપીલ કરવામાં આવેલ.
માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા ‘સંકલ્પ દિવસ‘ના ઉપક્રમે ‘રકતદાન શિબિર’નું આયોજન

Recent Comments