અમરેલી

માતૃ  તર્પણ‌ અને જન્મદિવસની ખૂંશાલી

શ્રીમતી શોભનાબેન તથા ગુણવંતભાઈ ત્રિવેદીના માતુશ્રી સ્વ. દુર્ગાબાની પૂણ્યતિથિએ તથા તેમની પૌત્રી ચિ. હરલીન તે  શ્રીમતી પૂર્વિતાબેન તથા કિશનભાઇ ત્રિવેદીની પુત્રીના જન્મ દિવસની ખૂશાલીમાં આશ્રમશાળાના બાળકોને મિષ્ટ ભોજન  આપીને ભાઇ કિશનભાઇ એ  એક નવો જ ચિલો પાડ્યો. દરિયા કાંઠાના છેવાડાના અંતરીયાળ  ગામો કે જ્યાં સાગરખેડુઓની વસ્તી છે

અને આજુબાજુના ૫-૧૦ કિલોમીટર માં શાળા જ ન હોય તેવા વિસ્તારના નાના બાળકો તથા બાલીકાઓને નિવાસી બનાવી  તેમને પ્રેમ પૂર્વક સંભાળીને અક્ષરજ્ઞાન આપી આવા નાના નાના ભૂલકાઓને છેક ૧૯૯૨થી ઉછેરવામાં આવે છે,સ્વર્ગસ્થ શ્રી લલ્લુભાઈ શેઠ દ્વારા નૂતન કેળવણી મંડળ સાવરકુંડલાના નેજા નીચે આ આશ્રમશાળા ચાલે છે. તે સૌને આજે  દૂધપાક,પુરી  – રોટલી, નાયલોન ખમણ,શાક દાળભાત,છાશ, તારીખ ૧૦/૧૦/૨૦૨૩ પ્રેમપૂર્વક જમાડવામાં આવેલ છે.

Related Posts