માત્ર મીઠું બંધ કરવાથી બીપી કંટ્રોલમાં નહીં આવે, મીઠાની સાથે સાથે આ વસ્તુઓ પણ બંધ કરી દો….
માત્ર મીઠું બંધ કરવાથી બીપી કંટ્રોલમાં નહીં આવે, મીઠાની સાથે સાથે આ વસ્તુઓ પણ બંધ કરી દો….
આજકાલ લગભગ દરેક ઘરમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારીઓ જોવા મળે છે. એવામાં આપણે આજે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કેવી રીતે રાખવુ તેના પર વાત કરીશું. કારણકે માત્ર મીંઠુ ખાવાથી માત્ર બ્લડપ્રેશર ઓછુ નહીં થાય તેના માટે તમારે અન્ય વસ્તુઓ પણ બંધ કરવી પડશે…
મોટાભાગના લોકો હાઈપરટેનશનનો શિકાર બને છે. પણ જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન આવે તો સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ત્યારે બીપીને કંટ્રોલમાં રાખવું ખુબ જ જરૂરી છે. આ વસ્તુઓથી હંમેશા દુર રહેવું જોઈએ…
સોડિયમ
સોડિયમ બીપીનું જોખમ વધારે છે. આપણે જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ તેમાં 40 ટકા સોડિયમ હોય છે. જેથી આ સોડિયમવાળુ મીઠુ બીપીના દર્દીએ ન ખાવુ જોઈએ.
અથાણા
અથાણાને લાંબા સમય સુધી રાખવા માટે તેમાં વધારે માત્રામાં મીઠું નાખવામાં આવે છે. જેથી તે બગડે નહીં. જેથી બીપીના દર્દીઓએ અથાણું ન ખાવુ જોઈએ.
ચીઝ
ચીઝ દૂધની એક એવી પ્રોડક્ટ હોઈ શકે છે જેમાં પ્રોટીન અને કેલ્શિયમ મળી આવે છે, પરંતુ તેમાં સોડિયમનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. ચીઝની માત્ર 2 સ્લાઈસમાં 512 મિલિગ્રામ સુધી સોડિયમ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં સેચ્યુરેટેડ ફેટ પણ હોય છે. તેથી ચીઝ ખાવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ બંને વધી શકે છે.
ખાંડ
માત્ર મીઠું જ નહીં પણ ખાંડ પણ તમારું બ્લડ પ્રેશર વધારે છે. ખાસ કરીને સોફ્ટ ડ્રિંક્સ, કેક, ડોનટ્સ જેવી ગળી ચીજ વસ્તુઓ સ્થૂળતામાં વધારો કરે છે.
Recent Comments