fbpx
અમરેલી

માત્ર ૧૩ જ દિવસમાં અમરેલી જિલ્લાના ૬૯ હજાર ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું

આગામી દિવસોમાં રમત ગમત વિભાગ દ્વારા યોજાનાર ખેલ મહાકુંભ ૨૦૨૨ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ ૪ વયજુથમાં ૨૯ જેટલી રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ગત ૧૮ ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં અમરેલી જિલ્લાના ૬૯૮૮૯ ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૨૦૧૯માં યોજાયેલ ખેલ મહાકુંભમાં જિલ્લાના ૧,૩૯,૧૧૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેને ધ્યાને લઇ રમત ગમત વિભાગ દ્વારા ૧.૫૦ લાખ ખેલાડીઓની નોંધણી કરવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે.

આજે ૫ માર્ચના સાંજે ૪ કલાકે અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, સ્પર્ધામાં ભાગ લે અને ખેલ મહાકુંભને જ્વલંત સફળતા મળે તે માટે જિલ્લાના સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે ૬ માર્ચના છેલો દિવસ હોવાથી ભાગ લેવા માંગતા ખેલાડીઓ khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. આ અંગે કોઈ ટેકનિકલ ક્ષતિ જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર સંપર્ક સાધી શકાશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી બહુમાળી ભવન અમરેલીનો ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ચિતલ રોડ અમરેલીનો ૦૨૭૯૨ ૨૨૧૯૬૧ ઉપર સંપર્ક કરી શકશે. 

Follow Me:

Related Posts