fbpx
રાષ્ટ્રીય

માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘આલુ-ચણા ચાટ’, નાના બાળકોથી લઇને બધા ખાતા રહી જશે

આજના આ સમયમાં અનેક લોકો લગ્ન જેવા પ્રસંગોમાં અલગ-અલગ પ્રકારની ચાટ રાખતા હોય છે. ચાટ ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. આજે અમે તમારી માટે એક એવી ચાટ લઇને આવ્યા છીએ જે માત્ર 10 જ મિનિટમાં ઘરે બની જશે અને તમારું પેટ પણ ભરાઇ જશે. તો આ રીતે તમે પણ ઘરે ફટાફટ બનાવો આલુ-ચણા ચાટ.

સામગ્રી

2 નંગ બાફેલા બટાકા

સમારેલી ડુંગળી

કાળા ચણા( દેશી ચણા)

સમારેલું ઝીણું લીલું મરચું

ચાટ મસાલો

શેકલી સિંગ

ગ્રીન ચટણી

આંબલીની ગળી ચટણી

બનાવવાની રીત

  • આલુ ચણા ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો.
  • ત્યારબાદ બાફેલા બટાકાને મીડિયમ ટુકડા કરી લો.
  • હવે આ બટાકાને બાઉલમાં લઇ લો.
  • ત્યારબાદ બટાકાની અંદર ઝીણી સમારેલી ડુંગળી, ટામેટું, લીલુ મરચું, મીઠું, ચાટ મસાલો, શેકેલી સિંગ, લીંબુનો રસ ઉમેરીને એકસરખું મિક્સ કરી લો.
  • હવે આ મિશ્રણમાં ટેસ્ટ મુજબ તીખી ચટણી અને ગળી ચટણી ઉમેરો.
  • હવે આ મિશ્રણને સર્વિંગ બાઉલમાં લઇ લો.
  • સર્વિંગ બાઉલમાં સમારેલી કોથમીર અને ઝીણી સેવ નાંખો.
  • તો તૈયાર છે આલુ-ચણા ચાટ.
  • આલુ-ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે.
  • આ ચાટ તમે બપોરના સમયે પણ ખાઇ શકો છો.
  • આ ચાટને સ્પાઇસી બનાવવા માટે તમે લીલા મરચા વધારે નાંખી શકો છો અને જો કલર થોડો અલગ જોઇએ તો લાલ મરચુ પણ તમે એડ કરી શકો છો.
  • આ ચાટ તમે બપોરના સમયે જમવા બેસો ત્યારે પણ ખાઇ શકો છો.

ગળી ચટણીમાં તમે આંબલીની સાથે ખજૂર નાંખો છો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને સાથે થોડી ઘટ્ટ પણ બનશે

Follow Me:

Related Posts