fbpx
રાષ્ટ્રીય

માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો સોફ્ટ-સોફ્ટ સોજીના ઢોકળા

રસોઇ બનાવવાનો કંટાળો આવે છે અને ફટાફટ કંઇક બને એવું વિચારી રહ્યા છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. સોજીના ઢોકળા તમારા માટે એક બેસ્ટ રેસિપી છે. માત્ર 10 જ મિનિટમાં આ ઢોકળા તમે બનાવીને ખાઇ શકો છો. તો જાણો કેવી રીતે બનાવશો ઘરે…

સામગ્રી

3 કપ રવો એટલે કે સોજી

2 કપ દહીં

આદુ મરચાંની પેસ્ટ

ઝીણી સમારેલી કોથમીર

સ્વાદાનુંસાર મીઠું

જીરું

રાઇ

ખાવાનો સોડા

જરૂર મુજબ તેલ

ખાંડ

મીઠા લીમડાના પાન

બનાવવાની રીત

  • સોજીના સોફ્ટ ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ આદુ મરચા અને જીરું મિક્સરમાં ક્રશ કરીને એક સ્મુધ પેસ્ટ બનાવી લો.
  • ત્યારબાદ એક બાઉલ લો અને એમાં સોજી અને દહીં મિક્સ કરીને બરાબર હલાવી લો.
  • હવે આ ખીરામાં આદુ મરચાંની પેસ્ટ એડ કરો.
  • પછી ખાંડ ઉમેરો અને ચપટી સોડા નાંખો.
  • હવે આ ખીરામાં ઉપરથી એક ચમચી ગરમ તેલ એડ કરો.
  • ત્યારબાદ આ ખીરાને બરાબર હલાવી લો જેથી કરીને બધુ એકસરખું મિક્સ થઇ જાય.
  • તો તૈયાર છે સોજીના ઢોકળાનું ખીરું
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે જો તમે ઇચ્છો તો ખીરામાં હળદર પણ નાંખી શકો છો. જો તમારે વ્હાઇટ ઢોકળા ખાવા હોય તો હળદર એડ કરતા નહિં.
  • હવે આ ખીરાને એક થાળીમાં નીચે તેલ લગાવીને પાથરી દો.
  • આ થાળીને ઢોકળાના કુકરમાં સીજવા દો અને 10 થી 15 મિનિટ સુધી થવા દો.
  • થોડીવાર રહીને કુકર ખોલશો તો ઢોકળા થઇ ગયા હશે.
  • હવે આ ઢોકળાને વધારવા માટે તમે 2 ચમચી તેલ લો અને તેલ ગરમ થાય એટલે એમાં રાઇ, તલ, લીમડો અને લીલા મરચાંના ટુકડા નાંખીને ઢોકળા પર વધાર કરો.
  • તો તૈયાર છે સોજીના ઢોકળા
Follow Me:

Related Posts