માત્ર 15 દિવસમાં આ ફેસ પેકથી ચહેરાને કરી દો ગોરો-ગોરો, ક્યારે નહિં કરાવવું પડે ફેશિયલ

આ ફેસ પેક ખૂબ જ સરળતાથી તમે તમારા ઘરે બનાવી શકશો. આ ફેસ પેકની જરૂરિયાત વસ્તુઓ તમારે બહાર લેવા નહિં જવું પડે અને તમને રસોડામાંથી જ મળી જશે. ચારોળીનો આ ફેસ પેક માત્ર 15 જ દિવસમાં તમારી સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે. ચારોળીમાં અનેક ગુણો એવા હોય છે જે તમારી સ્કિન પર મસ્ત ગ્લો લાવે છે અને સાથે-સાથે સ્કિનને સોફ્ટ પણ કરે છે. તો જાણો કેવી રીતે બનાવશો ચારોળીનો ફેસ પેક
સામગ્રી
2 ટેબલ સ્પૂન ચારોળી
1 ટેબલ સ્પૂન દૂધ
ચપટી હળદર
બનાવવાની રીત
- ચારોળીનો ફેસ પેક બનાવવા માટે ઉપર જણાવ્યા મુજબ ચારોળી લો અને એને બારીક પીસી લો.
- હવે એમાં દૂધ અને ચપટી હળદર બરાબર મિક્સ કરી લો.
- તો તૈયાર છે ચારોળીનો ફેસ પેક
- હવે આ પેકને ચહેરા પર હળવા હાથે લગાવી દો
- પેક લગાવ્યા પછી 20 મિનિટ ચહેરા પર રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.
- ઠંડા પાણી ફેસ ધોયા પછી કોઇ સારી કંપનીનું મોઇસ્યુરાઇઝર લગાવી દો.
- જો તમે આ પેક સતત 15 દિવસ સુધી લગાવશો તો તમારો ચહેરો મસ્ત ગ્લો કરવા લાગશે.
- આ પેક લગાવવાથી તમારો ચહેરો ક્લિન થઇ જશે અને સાથે મોં પરના બધા ડાધા-ધબ્બા અને ખીલ પણ દૂર થઇ જશે.
- આ પેક તમારી સ્કિનને સોફ્ટ કરવાનું પણ કામ કરે છે.
- આંખો નીચેના કાળા કુંડાળા પણ આ પેકથી તમે દૂર કરી શકો છો.
- આ ફેસ પેકમાં તમે દૂધની જગ્યાએ ગુલાબજળ પણ લઇ શકો છો. તમારી સ્કિનને દૂધ સુટ ના થતુ હોય તો તમારે ગુલાબજળનો ઉપયોગ કરવો.
Recent Comments