લાઠી જળક્રાંતિ ના પ્રણેતા વેરાગ વગડા ને પંચગંગા તીર્થ સ્થળ બનાવી દેનાર રાષ્ટ્રીય શ્રેષ્ટ નાગરિક પદ્યશ્રી એવોર્ડ મેળવનાર સવજીભાઈ ધોળકિયા નું માદરે વતન લાઠી ખાતે અઢારે આલમ દ્વારા ગદગદિત કરતું સન્માન કલાપીનગરી લાઠી શહેર માં અઢારે આલમ ની ઉપસ્થિતિ એ રેલી યોજી રિવર મેન નો અનેરો સત્કાર કરતા તેમજ સમાજ ના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિત શિવમ વિધાલય સ્કૂલ સહિત શહેર ના વિવિધ સ્થળો એ દિવસ દરમ્યાન ઠેર ઠેર ભવ્ય સત્કાર કરતા શહેરીજનો માં અનેરો ઉત્સાહ લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત સ્થિત ઉદ્યોગ રત્ન સમાન સેવી સવજીભાઈ ધોળકિયા એ લાઠી તાલુકા સહિત ના વિસ્તારો માં જળ સંસાધન ક્ષેત્રે પર્યાવરણ પ્રકૃતિ માટે કરેલ બેનમૂન સેવા થી ભારત સરકાર દ્વારા સવજીભાઈ ની નોંધ લેવાય
જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા ની પ્રવૃત્તિ ને દરેક શાસ્ત્ર પુરાણો માં મંદિર બાંધવા સમાંતર સરખાવી છે ત્યારે લાઠી તાલુકા ના દુધાળા સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના વેરાન વગડા ને નંદનવન પર્યટક સ્થળ બનાવી સમગ્ર તાલુકા ને જળ વ્યવસ્થા થી ભવિષ્ય સુનિશ્ચિત કર્યું અનેકો વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન જેવી મૂહિમો વધતા જતા માર્ગ અકસ્માતો અટકવા હેલ્મેટ ભેટ સામાજિક સંવાદિતા ઉભી કરી રાષ્ટ્રીય અભિયાનો વ્યશન મુક્તિ જેવી બાબતો માં સામાજિક મેળાવડા મારફતે ટકોર કરતા મોટીવેશનલ સ્પીકર સવજીભાઈ ધોળકિયા ની અનેક વિધ સેવા ની સુવાસ સુગંધી પુષ્પો ની માફક સર્વત્ર ફેલાય ભારત સરકાર દ્વારા તેમને રાષ્ટ્રીય ગૌરવ આપતું સન્માન આપતા સમગ્ર ગુજરાત ની અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા ઓ દ્વારા અભિવાદન કરાય રહ્યું છે ત્યારે માદરે વતન લાઠી શહેર માં આજે ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો
Recent Comments