વર્ષોથી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત પોતાની ખૂબસૂરતી અને એક્ટિંગથી લોકોને પોતાના દિવાના બનાવતી રહે છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને આજે પણ તે જે ફિલ્મમાં જાેવા મળી છે, તેમાં ચાર ચાંદ લગાવી દીધા છે. જાે કે એક્ટ્રેસ પોતાના બોલ્ડ અને સિઝલિંગ સીનને લઇને પણ ઘણીવાર ચર્ચામાં રહી છે. તેમાંથી એક સીનની ચર્ચા આજે પણ થાય છે. જેમાં દિગ્ગજ એક્ટર વિનોદ ખન્ના એક્ટ્રેસના કિસ કરતાં બેકાબૂ થઇ ગયા હતા અને તેણે માધુરીના હોઠ કરડી લીધાં હતાં. માધુરી દીક્ષિત આજે ૫૬ વર્ષની થઇ ગઇ છે. વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ ધક-ધક ગર્લ પોતાની ફિલ્મોમાં બોલ્ડ સીન કરવાથી જરાંય ખચકાતી નહોતી. ઘણીવાર તેણે રોમેન્ટિક સીન આપ્યા છે. જાે કે કદાચ તેના માટે એક ફિલ્મમાં બોલ્ડ સીન કરવો કોઇ ખરાબ સપના સમાન બની ગયું હશે. અમે વાત કરી રહ્યાં છીએ ફિલ્મ દયાવાનની જે વર્ષ ૧૯૮૮માં આવી હતી. આ ફિલ્મમાં વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિત લીડ રોલમાં હતાં. આ ફિલ્મમાં એક સીન શૂટ કરતી વખતે કંઇક એવું થયું જેણે માધુરી દિક્ષિતને હચમચાવી નાંખી. એક સીનમાં દિગ્ગજ એક્ટર વિનોદ ખન્ના અને માધુરીએ એકબીજા સાથે રોમાન્સ કરવાનો હતો. આ સીન કરતી વખતે વિનોદ ખન્ના બેકાબૂ થઇ ગયાં હતાં. તેણે માધુરી દીક્ષિતના હોઠ કરડી લીધાં હતાં. આ ફિલ્મના ઇન્ટીમેટ સીને તહેલકો મચાવી દીધો હતો. ખરેખર માધુરી દીક્ષિતે ફિલ્મ ‘દયાવાન’માં ‘આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ’ સોન્ગમાં વિનોદ ખન્ના સાથે ઇન્ટીમેટ સીન આપ્યા હતા. આ દરમિયાન એક્ટરે તેના હોઠ કરડી લીધાં હતાં. આજ સુધી આ સીનને બોલિવૂડના હોટ કિસિંગ સીનમાંથી એક ગણવામાં આવે છે. તેવામાં તે વાત પણ સામે આવી હતી કે તેના શુટિંગ બાદ માધુરી દીક્ષિતને ખૂબ પસ્તાવો થયો હતો અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડી હતી. તેણે ફિલ્મના ડાયરેક્ટર ફિરોઝ ખાનને આ સીન હટાવવાનું પણ કહ્યું હતું પરંતુ આ સીન હટાવવામાં ન આવ્યો.
માધુરી દીક્ષિત સાથે રોમેન્ટિક સીન કરતાં બેકાબૂ થઇ ગયો હતો વિનોદ ખન્ના

Recent Comments