આ વૈશ્વિક મંદીના માહોલમાં યુક્રેન અને રશિયા ના ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારની અંદર ફાટી નીકળેલ મોંઘવારીના કારણે ભારત દેશનો નાગરિક આ મોંઘવારીથી ના પીડાય એવા ઉત્તમ હેતુ સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળની કેન્દ્ર સરકારના માનનીય યશસ્વી નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમનજી દ્વારા પેટ્રોલ-ડીઝલ ઉપર લાગેલી એકસાઈઝ ડયુટી ઘટાડીને પેટ્રોલમાં ૯.૫૦ અને ડીઝલમાં રૂપિયા ૭.૦૦ જેવા ઘટાડા સાથે ઘરેલુ ગેસ માં રૂપિયા 200 જેવી સબસિડી પી.એમ ઉજ્જવલા યોજના હેઠળના નવ કરોડ લાભાર્થી ને લાભ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે, આ ઐતિહાસિક નિર્ણયને અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા આવકારવામાં આવ્યો હતો.સુરેશભાઈ પાનસુરીયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યારે કોઈપણ ચૂંટણીનો સમય નથી પરંતુ જનમાનસને આ મોંઘવારીમાંથી બહાર કાઢવાનું કામ માત્ર નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે જન-જનની વેદનાને જો કોઈ સમજતું હોય તો માત્ર નરેન્દ્રભાઈ મોદીની સરકાર જ સમજી શકે કોંગ્રેસ સરકારે તો માત્ર ચૂંટણી સમયે દેડકાની જેમ બહાર આવે છે અને લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે, જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર હર હંમેશ લોક સમુદાયની સાથે લઈ લોકોની વેદનાને વ્હાલ કરે છે,
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમનજી દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાના ઐતિહાસિક નિર્ણયને આવકારી સરકારનો આભાર માનતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા

Recent Comments