અમરેલી

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય “વન નેશન વન ઇલેક્શન” આવકારતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, આપણા ભારત દેશમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વન નેશન વન ઇલેક્શન માટે, કમિટીની રચના કરવામાં આવશે. અને માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં, એક કમિટી રચવામાં આવશે, વન નેશન વન ઇલેક્શનના આ વિચારને દેશના વિકાસ માટે ખુબજ જરૂરી છે ત્યારે આ ઐતિહાસિક નિર્ણયને આવકારતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું, હતું કે

પ્રધાનમંત્રીશ્રીના ઐતિહાસિક નિર્ણયના કારણે દેશના વિકાસને વધારે વેગ મળશે, અને ચૂંટણીમાં થતા ખર્ચના હિસાબે દેશને આર્થિક ઘણો ફાયદો થશે, સમયનો સદુપયોગ થશે, અને આચાર સંહિતાના કારણે ઘણી યોજનાઓ અને વિકાસ કાર્યોમાં જે સમયનો વિલંબો થતો હતો, તે સમય ઘણો ઓછો બગડશે, અને દેશના વિકાસની રફતાર વધુ તેજ બનશે, એવું સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને અધ્યક્ષતામાં આ ઐતિહાસિક નિર્ણયને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાએ આવકાર્યો હતો.

Related Posts