અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જંગલી હિંસક પ્રાણીઓ હાહાકાર મચાવી રહયા છે, ખેડુતોને ખેતરે રાતની વીજળી હોવાથી રાત્રે પાણી વાળવા માટે જવું પડતુ હોય છે, તથા પોતાના પાકનુ રક્ષણ કરવા માટે પણ વાડીએ હિંસક પ્રાણીઓના ભય વચ્ચે ના છુટકે જવું પડે છે, જંગલ વિસ્તારના હિંસક પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે, જેથી કરીને અવાર–નવાર માનવ સમુદાય ઉપર હિંચકારી હુમલા પ્રાણીઓ દ્રારા થતાં રહયા છે, અને કેટલાય લોકો આવા હિંસક પ્રાણીઓના ભોગ બની ચુકીયા છે, છેલ્લે વિઠ્ઠલપુર ખંભાળીયા ગામની સીમમાં દીપડાનો હાહાકાર છે, ખેડુતો રાત્રે વાડીએ જવા માટે પણ બીવે છે, તો જંગલ ખાતા દ્રારા સત્વરે વિઠ્ઠલપુર ખંભાળીયાની સીમમાં પાંજરાઓ મુકીને આવા હિંસક દીપડાને કેદ કરીને જંગલ વિસ્તારમાં મુકવા માટે માંગ ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.
Recent Comments