અમરેલી

માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને દર માસે એક લાખ નું દાન વર્ષો સુધી આપતા ડાવરિયા પરિવાર હોસ્પિટલ ની મુલાકાતે

ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં આપણી હોસ્પિટલમાં માર્ચ-૨૦૨૨ થી આવતા ઘણા વર્ષો સુધી પ્રતિમાસ રૂ.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા નું અનુદાન આપનાર ઢસા ના વતની હાલ સુરત સ્થિત ઉદારદિલ દાતા શ્રી મનુભાઇ ભોળાભાઇ ડારિયા (ડાવરિયા બ્રધર્સ) હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલમાં ચાલતા તમામ વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લીધા બાદ ખુબજ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેઓશ્રીઓનું હોોસ્પટલનાં મંત્રી-બી.એલ.રાજપા દ્વારા હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Posts