ઉમરાળા ના ટીમ્બિ સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ની મુલાકાતે પધાર્યા પૂજ્ય મોરારીબાપુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબી (જી.ભાવનગર) માં તા.૫/૧/૨૦૨૪ ના રોજ આંતરરાષ્ટ્રીય સંત એવા પરમવંદનિય પુ. શ્રી મોરારીબાપુ એ પધરામણી કરી હતી. પૂજ્ય બાપુ નું હોસ્પિટલના સ્થાનિક ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પુષ્પહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત, સન્માન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પૂજ્ય બાપુએ હોસ્પિટલ અંગેની વિસ્તૃત માહિતી મેળવી રાજીપો વ્યક્ત કર્યો હતો. પુજ્યપાદ સદગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા, અનુકંપા તેમજ આશિર્વાદથી ચાલતા તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યની ખુબજ પ્રશંસા વ્યક્ત કરી હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ, ઉદારદિલ દાતાશ્રીઓ, શુભેચ્છકો, ડોક્ટરશ્રીઓ અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ પરિવારને આશિર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા. પુ. બાપુએ હોસ્પિટલને સહાયરૂપ થવાના શુભાશયથી રૂપિયા ૧૦ (દસ) લાખ પુરાનું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે. સમગ્ર ટ્રસ્ટીમંડળ તેમજ હોસ્પિટલ પરિવાર વતી પરમવંદનિય પુ. મોરારીબાપુ નો વંદનસહ આભાર માનેલ છે.
માનવસેવા ટ્રસ્ટ ની સ્વામીશ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ, ટીંબી ની મુલાકાતે પધાર્યા પૂજ્ય મોરારીબાપુ


















Recent Comments