fbpx
રાષ્ટ્રીય

માનવાધિકાર કાર્યકર્તા એલેસ બિયાલિયાત્સ્કી સહિત બે સંસ્થાઓને નોબેલ શાંતિ પુરસ્કાર

આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર જેલમાં બંધ બેલારૂસના માનવ અધિકાર કાર્યકર્તા એલેસ બિયાલિયાત્સ્કી, રશિયન સમૂહ મેમોરિયલ અને યુક્રેનના સંગઠન ‘સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ’ને આપવાની જાહેરાત કરવામાં આવી છે. નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વે નોબેલ કમિટીના પ્રમુખ બેરિટ રીઝ એન્ડર્સને ઓસ્લોમાં કરી છે. પાછલા વર્ષે આ પુરસ્કાર બે પત્રકારો, રશિયાના દિમિત્રી મુરાતોવ અને ફિલીપીન્સના મારિા રેસાને આપવામાં આવ્યો હતો. ધ નોબેલ પ્રાઇઝ તરફથી કહેવામાં આવ્યું, ‘નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પોતાના દેશમાં નાગરિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઘણઆ વર્ષો સુધી નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા અને પ્રોત્સાહન આપવા માટે સત્તાની ટીકા કરી. તેમણે યુદ્ધ અપરાધો, માનવાધિકારોના હનન અને સત્તાના દુરૂપયોગના દસ્તાવેજીકરણ કરવા માટે એક શાનદાર પ્રયાસ કર્યો છે.

આ સાથે તે શાંતિ અને લોકતંત્ર માટે નાગરિક સમાજના મહત્વને પ્રદર્શિત કરે છે.’ આ વર્ષે નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ હતી. સોમવારે સ્વીડનના વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને મેડિસિન ક્ષેત્રમાં તેમના શાનદાર કામ માટે નોબેલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તો મંગળવારે એલેન એસ્પેક્ટ, જાેન એફ ક્લોઝર અને એન્ટોન જીલિંગરને ક્વાન્ટમ ફિઝિક્સના ક્ષેત્રમાં કામ માટે ભૌતિકશાસ્ત્રનું નોબેલ આપવામાં આવ્યું હતું. તો કેમિસ્ટ્રીનું નોબલ અમેરિકી કૈરોલીન આર બેરટોઝી અને કે બેરી શાર્પલેસ તથા ડેનિસ વૈજ્ઞાનિક મોર્ટન મેલ્ડલને બુધવારે આપવામાં આવ્યું હતું. તેમને આ પુરસ્કાર ક્લિક કેમેસ્ટ્રી માટે આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts