માનવ અધિકાર દિન જ્યાં સામાન્ય વ્યક્તિ ની મહતા નથી ત્યાં વળી માનવ અધિકાર કેવો ? આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રાશન કાર્ડ પછી પણ પ્રજા નિરાધાર કેમ?
જયાં સુધી સામાન્ય વ્યકિતની મહત્તા નથી ત્યાં માનવ અધિકાર કેવો ? માનવ અધિકારની વાત માનવજાતિ જેટલી જ જુની હશે દરેક માનવીને સમાન હક્ક અને માનવીય ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર છે.સંસ્કૃતિના હર તબક્કે દરેક સમાજ વ્યવસ્થામાં માનવી પોતાના અને કુટુંબીજનો તથા મિત્રોની સુખાકારી માટે અપેક્ષાઓ સમાજના અન્ય ઘટકો પાસે રાખતો હશે પણ ઘણી વખત સામાજિક દબાણ રાજકિય દબાણ કે અનિષ્ટો ના દમનથી કે કુદરતી પરિબળોની અસર તળે આ અપેક્ષા ધૂળમાં મળી જતી હોય છે પરિણામે માનવીને ભાગે આવે છે લાચારી જોર જુલમ કે શોષણા આવા સંઘર્ષોમાંથી જ જન્મે છે.માનવઅધિકારનો સવાલ માનવ અધિકાર શબ્દ પ્રયોગ અને એની કલ્પના વિભાગના ઇતિહાસમાં શરૂઆત જ માનવ મનમાં રમતી રહી છે પહેલીવાર માનવ અધિકારનો શબ્દ પ્રયોજાયો સયુકત રાષ્ટ્ર સંઘ માં ૨૪ ઓકટોમ્બર ૧૯૪૫ માં પણ આની શરૂઆત તદન નાના નાની જગ્યાએ થી જ કરવી પડે તેમ છે . આટલી નાની જગ્યા જે નકશામાં શોધતા પણ જડે નહી તેવી જગ્યાએથી માનવ અધિકારની શરૂઆત કરવી પડશે વ્યકિતની પોતીકી દુનિયા ઘર આંગણે આડોસ પાડોસ શાળ સ્કૂલ કે કામ ધંધા નોકરીના સ્થળોએ જાહેર જગ્યા કોર્ટ કચેરીઓ હરબકોઇ જાહેર મિલ્કતોના સ્થળેથી દરેક સ્ત્રી પૂરૂષો કે બાળકોને જરૂર પડે છે ન્યાયની સમાનતાની માનવીય ગરિમાની અને ભેદભાવ વગરના વર્તનની જયાં સુધી આ અધિકારોને મહતા નહી મળે ત્યાં સુધી માનવ અધિકાર કેવો ?
જયા સુધી સામાન્ય વ્યકિતની મહતા કે સમાનતા નથી મળવા નથી ત્યાં સુધી માનવ અધિકારની વાતો કે માનવ અધિકાર દીન ઉજવો તે કેટલો વ્યાજબી ? હક્ક ઉપલબ્ધી માટે લડવુ હક્ક મેળવવા અને પૂર્ણ માનવીય જીવનની વિભાવતા એતો વિશાળ જગમાં દરેકને પામવાની વાત દિવાસ્વપ્ન સમાન છે ૧૦ ડિસેમ્બર ને આંતરાષ્ટ્રીય માનવ અધિકારદિન તરીકે ઉજવીએ છીએ પણ વૈશ્વિક માનવ કુટુંબના સર્વ સભ્યોના જન્મજાત સ્વમાન અને સમાન હક્કો અપાવવા માટે તૈયાર કેટલા રાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર પંચ કાર્યરત છે અને કેટલાય રાજયોમાં પણ છે ગુજરાતમાં હજી આવુ પંચ નથી મોટાભાગે માનવ અધિકાર ભંગના કિસ્સા સરકારી તંત્રોની બેદરકારીથી ઉદ્ભવતા હોય છે ઊંચનીચના ભેદ ભાવ સામાજિક ક્ષેત્રે ઉપેક્ષા અને અપમાનથી જ ઉદ્ભવે છે માનવ અધિકારનો સવાલ મોટા ભાગે માનવ અધિકાર ભંગની ફરિયાદો બાબતે બેદરકારી કારણભૂત હોય છે તેમાં થી જ જન્મે છે અસંતોષ લાચારી શોષણ અને પછી આપી અસંતુષ્ટ વ્યક્તિ પોતાનાથી નીચેના વ્યકિત પર શાસન ચલાવે છે અને અનેક પ્રકાર ના ક્રાઈમ આવા કિસ્સામાંથી જ જન્મે છે ગુજરાતમાં ન્યાય માટે નારીએ નગ્ન પરેડ કરવી પડે એટલી બધી લાચારી શા માટે ? તંત્રની કેટલી બેદરકારી હશે ? જયાં સુધી સન્માનના સક્રિયતા નહી કેળવાય ત્યાં સુધી આપણા પ્રજાસત્તાક સ્વરાજ કેટલે અંશે ઉત્તમ આધાર લેખાશે સામાજિક સ્તરે ઊંચનીચના ખ્યાલ અસ્પૃશ્યતાના ઉંડા મૂળ છે ત્યાં સુધી કયાં મોઢે માનવ અધિકારની વાતો ઘણા મહા પૂરૂષોએ આ બાબતે સંઘર્ષો કર્યા તેથી જાહેર જીવનમાં થોડા ઘણા અંશે ફરક પડયો પણ વ્યકિતગત ધોરણે અસ્વિકાર્ય છે લોકોને ન્યાય ન મળે અસંતોષ થાય કોઇ સાંભળે નહી ત્યારે લાચાર સ્થીતીમાં કેવા કેવા બનાવ બને છે ? અનેક કિસ્સામાં સરકારી તંત્રની ઉપેક્ષએ આત્મવિલોપનના બનાવો તંત્રો રૂબરૂ બને છે દેશના રેવન્યું પોલીસ પંચાયત વિભાગોમાં વખતો વખત આવા બનાવો બને છે
કારણ ઉપેક્ષા વ્યવહાર બાબતે અધૂરપ પ્રવર્તી રહી છે લાખો કેસ કોર્ટોમાં પડતર છે ન્યાય નિર્ણયમાં વર્ષો સુધી કીડીની ગતીએ પ્રોસેસ ચાલે પછી અપીલોમાં અટવાય કારણ દ્રષ્ટિકોણ જ ખોટો અને ભૂલ ભરેલો છે કર્યાં સેલિબ્રિટીને સજા થઇ કર્યાં કૌભાડીને સજા થઇ કોની મિલ્કતની હરરાજી કરી નાણા વસુલાત થયા લાકડાની ઉધય જેમ આ દેશની ઉધય કેટલું ખાય જાય છે કોલસો સ્ટીલ ખાંડ સહિતના અનેક ક્ષેત્રોમાં કટકી બાજોની બોલબાલા છે જેટલા માનવ અધિકાર ભંગના કિસ્સા બને છે તેની પાછળ ના કારણો માત્રને માત્ર અપમાન ઉપેક્ષા અને અન્યાય જ ઉદ્ભવે છે ગમે માનવ અધિકાર દિન જો૨ શોરથી ઉજવાય છે.કારણ કે દેશ ઉત્સવપ્રિય છે દરેક ઉત્સવ પૂરતો આનંદ હોય પછી બિજા ઉત્સવની પ્રતિક્ષામા પડે છે તેમાંથી કોઈ બોધ કે પરિણામ લક્ષી કામિયાબ થતા નથી માનવ અધિકારની મહતા કેટલી ? અલ્પ જીવી છે ન્યાય માં નારીએ નગ્ન થવ પડે અને અસંખ્ય આત્મવિલોપત ના બનાવો શેમાં થી ઉદભવે છે? જ્યાં સામાન્ય વ્યક્તિ ની મહતા નથી ત્યાં વળી માનવ અધિકાર કેવો ? અનેકો જ્યાં એ તંત્ર ની ખોટી પજવણી ઓથી આમ જનતા લાચાર બંને છે આધારકાર્ડ ચૂંટણી કાર્ડ રાશન કાર્ડ પછી પણ પ્રજા નિરાધાર કેમ? પબ્લિક રેટીંગ લોકશાહી માં લોકો નો અવાજ ગાયબ
Recent Comments