રાજ્ય સરકાર ની માનવ ગરીમા યોજનાનો લાભ લઇ પગભર થવા અને સ્વમાન ભેર જિંદગી જીવવા ટ્રસ્ટ ના પ્રમુખ અજીમ લાખાણી ની અપીલ. રાજ્ય સરકારે ગરીબીરેખા માંથી લોકોને બહાર લાવવા અને સ્વમાન ભેર જિંદગી જીવવા માટે રૂ 25000 સુધીના સાધન સહાય
યોજના માનવ ગરીમા યોજના હેઠળ જાહેર કરેલ છે જે યોજનામાં શહેરી વિસ્તારમાં રહેતા લોકોને વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે એક લાખ વીસ હજારની આવક મર્યાદા નિયત કરે છે
આ યોજનાનો લાભ લેવા માટે કડીયાકામ, સુથારી કામ, દરજી કામ, વાહન રીપેરીંગ કામ, મોચી કામ,ભરત કામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી કરતા ફેરિયા,પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઈલેક્ટ્રીક રીપેરીંગ કામ, ધોબી કામ, દૂધની ડેરી વ્યવસાય, પાપડ, અથાણા, ગરમ – ઠંડા પીણા વેચાણ, પંચરકીટ જેવી પગભર થવાની યોજનાનો લાભ લઇ રાજ્યને અને રાષ્ટ્રને મજબૂત બનાવો. આ યોજનાનો લાભ લેવા માંગતા લોકોએ આધારકાર્ડ રહેણાંક નો પુરાવો, જાતિ નો દાખલો, આવક નો દાખલો, જે-તે વ્યવસાય નો અનુભવ નો દાખલો, પ્રમાણ પત્ર જોડવાના રહેશે. બી.પી.લ કાર્ડ ધારકો એ જિલ્લા ઉધોગ કેન્દ્ર ને અરજી કરવાની રહશે તેમજ એ.પી.એલ કાર્ડ ધારકો એ ઓનલાઈન
અરજી સમાજ કલ્યાણ વિભાગ બહુમાળીને કરવાની રહશે. આ યોજનાનો લાભ લેવા માંગતા
અરજદારો એ તા.31/07 સુધી માં અરજી કરવાની રહેશે.
Recent Comments