માનવ ગરીમા યોજના નો લાભ લેવા અનુરોધ કરતા અમરેલી જિલ્લા ભાજપ લઘમુતી સેલ ઉપપ્રમુખ અજીમ લાખાણી.
રાજ્ય સરકાર ની માનવ ગરીમા યોજનાનો લાભ લઇ પગભર થવા અને
સ્વમાન ભેર જિંદગી જીવવા અમરેલી જિલ્લા ભાજપ લઘુમતી સેલ ઉપપ્રમુખ
અજીમ લાખાણી ની અપીલ. રાજ્ય સરકારે ગરીબીરેખા માાંથી લોકોને બહાર લાવવા
અને સ્વમાન ભેર જિંદગી જીવવા માટે રૂ 25000 સુધીના સાધન સહાય યોજના
માનવ ગરીમા યોજના હેઠળ જાહેર કરેલ છે જે યોજનામાાં શહેરી વિસ્તાર માં રહેતા
લોકોને યોજના ના લાભ લેવા અનુરોધ.
આ યોજનાનો લાભ લેવા માટે કડીયાકામ, સુથારી કામ, દરજી કામ, વાહન
રીપેરીંગ કામ, મોચી કામ,ભરત કામ, કુાંભારી કામ,વિવિધ પ્રકારની ફેરી કરતા
ફેરીયા,પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઈલેક્ટ્રીક રીપેરીંગ કામ, ધોબી કામ, દૂધની ડેરી
વ્યવસાય, પાપડ, અથાણા, ગરમ – ઠાંડા પીણા વેચાણ, પંચરકીટ જેવી પગભર
થવાની યોજનાનો લાભ લઇ રાજ્યને અને રાષ્ટ્રને મજબુત બનાવો. આ યોજનાનો
લાભ લેવા માાંગતા લોકોએ આધારકાડ રહેણાાંક નો પુરાવો, જાતિ નો દાખલો, આવક
નો દાખલો, જે-તે વ્યવસાય નો અનુભવ નો દાખલો, પ્રમાણ પત્ર જોડવાના રહેશે.
બી.પી.એલ કાડ ધારકો એ જિલ્લા ઉધોગ કેન્દ્ર ને અરજી કરવાની રહશે તેમજ
એ.પી.એલ કાડ ધારકો એ ઓનલાઈન અરજી સમાજ કલ્યાણ વિભાગ બહુમાળીને
કરવાની રહશે.
Recent Comments