સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે ગુજરાતના મુખ્યમંત્રી નો જન્મદિવસ ઉજવવા આવી પહોંચ્યા અને આ એક એવી સંસ્થા છે કે જ્યાં રખડતી અટકતી નિરાધાર મનોરોગી મહિલા પુરા એ દેશમાંથી પોલીસ મૂકી જાય છે અને આશ્રમના ભક્તિ બાપુ દ્વારા વિનામૂલ્ય તેમની સારવાર કરવામાં આવે છે. આવી અદભુત સેવા કરનાર આશ્રમના મનોરોગી મહિલાઓ અને ભક્તિ બાપુ ના સાનિધ્યમાં જન્મદિવસ ઉજવી ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને તેમની ટીમ દ્વારા અનોખી રીતે જન્મ દિવસ ઉજવ્યો. મનોરોગી બહેનો એ કેક કાપી ધારાસભ્યો મહેશભાઈ કસવાલા અને તેમની ટીમ દ્વારા દરેક બહેનોના મો મીઠા કરાવી, ફુલડે વધાવી મુખ્યમંત્રીને શુભકામનાઓ આપી.. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો જન્મદિવસ માનવ મંદિર આશ્રમની બહેનોએ પણ જન્મદિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરી અને મુખ્યમંત્રીને માનવ મંદિરની બહેનોએ પણ લાંબા આયુષ્યની અને યશ, કીર્તિ ની શુભકામનાઓ સહ આશીર્વાદ આપ્યા હતા.. આ પ્રસંગે મહેશભાઈ કસવાળા, પ્રવિણભાઇ સાવજ, જીવનભાઇ વેકરીયા, રાજુભાઇ દોશી, વિજયસિંહ વાઘેલા, પરાગ ત્રિવેદી, પ્રવીણભાઈ કોટીલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા..
માનવ મંદિર સાવરકુંડલા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો જન્મદિવસ ઉજવાયો


















Recent Comments