અમરેલી

માનવ મંદિર (હાથસણી) સાવરકુંડલા ખાતે યોજાયો સમૂહ લગ્નોત્સવ

સાવરકુંડલાના હાથસણી ખાતે મનોરોગી દીકરીઓના પાલક પિતા બનીને સેવા ચાકરી કરતા ભક્તિબાપુ દ્વારા ગામની 5 નિરાધાર દીકરીઓના પાલક પિતા બનીને લાયન્સ કલબ ના સહયોગથી પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન માનવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. સેવાના ધ્યેયથી માનવ મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ કરીને એક નવો રાહ ભક્તિબાપુએ ચીંધ્યો હતો…

જેને દુનિયાની કોઈ ભાન નથી તેવા મનોરોગીઓ માટે સેવાના ધ્યેયથી આરંભ થયેલ માનવ મંદિર મનોરોગી દીકરીઓના પાલક પિતા બનનારા ભક્તિબાપુ સાવરકુંડલા તાલુકાની માં-બાપ વિનાની નિરાધાર દીકરીઓના પાલક પિતા બનીને લાયન્સ ક્લબના આર્થિક સહયોગથી 5 દીકરીઓના પાલનહાર થઈને દીકરીઓના સમૂહ લગ્નોત્સવ માનવ મંદિર ખાતે જ કરવામાં આવ્યા હતા અને તમામ કરિયાવર સાથે 5 દીકરીઓને ધામધૂમપૂર્વક સાસરે વળાવીને જીવનનાં નવા અધ્યાયમાં બાપ વિહોણી દીકરીઓના પાલક પિતા બનેલા ભક્તિબાપુએ જેમનું કોઈ નથી તેમનું જીવન સુખી કરવાના અલગ અધ્યાયનો આરંભ ભકતિબાપુ એ કર્યો હતો. આધુનિક સમૂહ લગ્નોત્સવ સાથે લોકડાયરો પણ માનવ મંદિર ખાતે જ યોજાયો હતો.

Related Posts