fbpx
અમરેલી

માનવ સેવા એજ પ્રભુ સેવા શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા મકરસંક્રાંતિ પર્વની નિમિત્તે ગરીબ જરુરીયાત મંદ બાળકો ને ચકકી, લાડુ અને નાસ્તો તેમજ ધાબળા વિતરણ કરવામાં આવ્યું

મકરસંક્રાંતિ પર્વની ઉજવણી ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો અને ભિક્ષુક ના મોઢા ઉપર સ્મિત લાવવા માટે *શક્તિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા* આવા બાળકો ને ચકકી લાડુ અને નાસ્તો આપી ને માનવંતા ની હુંફ આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તકે ફુટપાથ ઉપર ફેરીયા, તેમજ ગરીબ જરુરીયાત ભિક્ષુક લોકો ને ઠંડી માટે ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે શકિત ગ્રુપ ના  પ્રમુખ ગૌતમ ભાઈ વાળા, અશોકભાઇ વાળા, જીજ્ઞેશ દાફડા, મયુરભાઈ ખાનપરા , ચકાભાઈ વાળા,સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ સાથે મળી તેમજ આ સેવા યજ્ઞ માં દાતાશ્રીઓ ઉદાર હાથે મદદ કરી ને આ કાર્ય ને સફળ બનાવેલ હતો નાના બાળકો ને મકરસંક્રાંતિ પર્વની ઉજવણી નાસ્તો આપી ને સાચા અર્થમાં લોકસેવા ની  હુંફ નિરાધાર લોકો ની મદદરૂપ કરતા જરૂરીયાતમંદ ના ચહેરા પર સ્મિત જોવા મળી હતી આ કામગીરીથી લોકોએ શકિત ગ્રુપ ની કામગીરી ને બીરદાવી હતી

Follow Me:

Related Posts