fbpx
સૌરાષ્ટ - કચ્છ

માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતી સંસ્થા ઓની મુલાકાતે દામનગર ના સેવાભાવી યુવાનો

જૂનાગઢ ના મેંદરડા માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતી સંસ્થા ઓની મુલાકાતે દામનગર ના સેવાભાવી યુવાનો જૂનાગઢ જિલ્લા ના મેંદરડા ગીર સમઢીયાળા રોડ ઉપર અતિ ગંભીર મનોદિવ્યાંગો ની સંસ્થા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ના સંચાલક કૌશિક જોશી ખુદ અતિ ગંભીર વિકલાંગ હોવા છતાં  અડગ મન થી સમગ્ર જીવન આવા મનોદિવ્યાંગો ને સમર્પિત કરી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ના બેનર હેઠળ આવા મહાપ્રભુજી ની સેવા કરી રહ્યા છે તે સમસ્ત માનવ સમાજ માટે ઉત્તમ ઉદરણ છે.

જૂનાગઢ જિલ્લા માં આવી જ એક બીજી સંસ્થા દેવંગી આશ્રમ નકલંગ રામદેવજી ગંગેડી બાલકૃષ્ણ રામામંડળ પૂજ્ય મીરામાતાજી ની પાવન નિશ્રા માં ૧૦૮ થી વધુ મહાપ્રભુજી નું લાલન પાલન કરાય રહ્યું છે રામામંડળ દ્વારા લોકો નું નિર્દોષ મનોરંજન કરી તેમાં થી થતી આવક થી સંસ્થા નો નિર્વાહ ચલાવી “પરહિત સરિસ ધરમ નહિ” ભાઈ નો સુંદર સદેશ આપી જાય છે.

બંને સંસ્થા ઓમાં પ્રવેશતાજ ઈશ્વર ની સ્વંયમ હાજરી નો ભાસ કરાવતી માનવ સેવા અંતરઆત્મા ને રાજી કરી દે તેવી સેવા દિન દુખિયા ની સેવા સંસ્થા ઓની મુલાકાતે દામનગર શહેર ના સેવાભાવી યુવાનો વારે તહેવારે આવી સંસ્થા ઓમાં જઈ જરૂરી દાન દ્રવ્ય આપી સારા નરસા પ્રસંગો આવી મનોદિવ્યાંગ વ્યક્તિ ઓ વચ્ચે જઈ ને ઉજવી માનવતા નો સુંદર સદેશ આપે છે.

Follow Me:

Related Posts