માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર નું દિલધડક બચાવ કાર્ય
સુરત માં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર ની ટીમ પણ અચરજ પામી ગઈ છેલ્લા સાત વર્ષ કરતા વધુ સમય થી તાંબું શેરી ભાગળ બીજા મળે અતિ વિકૃત દશા માં એક મહિલા અતિ બીમ્ભસ ગાળો અને દિગમ્બર અવસ્થા માં એકલા રહેતા હોય ભારે દુર્ગધ તેની પાસે જતા પણ ડર લાગે તેવી સ્થિતિ માં રહેતા મહિલા ની વિગત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર ના સ્વંયમ સેવકો સુધી પહોંચતા જ માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવી રાખતા ભટકતા અતિ ગંભીર મનીદિવ્યાગો અતિ ગંભીર રોગ થી પીડિત વિકૃત ઉન્મત્ત આક્રમક વ્યક્તિ ઓને કુદરત સહજ જીવન તરફ દોરી જતી આશીર્વાદ માનવ મંદિર ની ટીમ બતાવેલ સ્થળે પહોંચી ગઈ ત્યાં જઈ જોયું તો અચરજ પમાડે તેવી ભયાનક હાલત માં રહેતા આ મહિલા ને પહેલા વસ્ત્ર પહેરાવી આશીર્વાદ માનવ મંદિર માં લાવવા માં આવ્યા સુરત ના ભાગોળ તામ્બૂશેરી માં આ માજી છેલ્લા ૦૭ વર્ષ થી રૂ માંજ બંધ હતા સંપૂર્ણ નિવસ્ત્ર હાલત અતિ બીમ્ભસ શબ્દો જોર શોર થી બોલી રહેલા આ મહિલા નું દિલધડક બચાવ કાર્ય માં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના જેરામ ભગત અને વિપુલભાઈ અને નિશાબેન સહિત ની ટીમ દ્વારા આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી કામરેજ સુરત ખાતે લાવવા માં આવેલ માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવી.
આવી ગંભીર હાલત માં રહેલ વ્યક્તિ ઓને કુદરત સહજ જીવન તરફ દોરી જતી સેવા થી અત્યાર સુધી માં ૨૫૦૦ જેટલા વ્યક્તિ ઓને માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરી ચૂકેલા સંસ્થા દ્વારા સુરત શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં જાહેર સ્થળો રોડ રસ્તા ઓ વેરાન વગડા ઓ બાગ બગીચા કે અસંખ્ય અજ્ઞાત જગ્યા ઓમાં થી અતિ ગંભીર મનોદિવ્યાંગ પીડિત રોગિષ્ટ ઉન્મત્ત વ્યક્તિ ઓને આશરો આપી માનવ સમાજ માં પુનઃસ્થાપિત કરવા નું કપરું કાર્ય કરી રહ્યા છે સુરત જેવા મહાનગર માં અતિ ધમધમતા ભાગળ માં બીજા માળે આટલા વર્ષો થી આવી હાલત માં રહેતા આ મહિલા કોણ ? આનો પરિવાર ક્યાં? આટલી બધી દયનિય સ્થિતિ માં ઉન્મત્ત બની રહેતા મહિલા ને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરે આશરો આપી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરશે પણ અનેકો સવાલ સર્જતાં આ મહિલા ની ભદ્ર વિસ્તાર માં આવી હાલત કેમ ? દિલધડક બચાવ કરી માનવતા નું સુંદર કાર્ય કરતી સંસ્થા ને અનેક સવાલ કરતા પણ આ મનોદિવ્યાગ મહિલા ની સેવા માંજ રસ છે સમાજ ના મૂળ પ્રવાહ સાથે આ મહિલા પુનઃ સ્થાપિત થાય તેવી ભાવના સાથે માનવ સેવા ટ્રસ્ટ ની બેનમૂન માનવ સેવા ટીમ ને ખરેખર મનવંદન
Recent Comments