માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે નેસડી લવજીબાપુ સહિત ના પૂજ્ય સંતો પધાર્યા
ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા તદ્ન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્ય થી પ્રભાવિત સદગુરુ દેવના અનન્ય ભકત એવા શ્રી ખોડલધામ નેસડી (સાવરકુંડલા) નાં મહંત અને આપણી હોસ્પિટલ નાં દાતા એવા પરમવંદનિય સંતશ્રી લવજીબાપુ તા.૧૩.૦૫.૨૦૨૪ ના રોજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. તેઓએ હોસ્પિટલનાં બધા જ વિભાગોની મુલાકાત લઈને ચાલતાં સેવાકાર્યથી ખુબ જ પ્રભાવિત થયા હતા. તેઓની સાથે અન્ય સંતો પણ પધાર્યા હતા.તેઓશ્રીને ઉપપ્રમુખશ્રી-બી.એલ.રાજપરા તથા ટ્રસ્ટી-લવજીભાઈ નાકરાણી દ્વારા હોસ્પિટલના પ્રણેતા સગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ.
Recent Comments