માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે પધારતા વલ્લભભાઈ સવાણી નું સંસ્થા દ્વારા જીવનચરિતામૃત ગ્રંથ અર્પણ કરી સન્માન
ઉમરાળા ના ટીમ્બિ બ્ર.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીથી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા, કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્યરત એવી તદ્ન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલસ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીસ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં હોસ્પિટલનાં શુભારંભ મે, ૨૦૧૧ થી આજીવન દાતા કે જેઓએ આજ સુધીમાં પ્રતિમાસ રૂા. ૧,૦૦,૦૦૦/- (રૂપિયા એક લાખ પુરા) મુજબ કુલ મહિના ૧૩૫ ના કુલ રૂા. ૧,૩૭૦૦૦૦૦/- (એક કરોડ સાડત્રીસ લાખ) થી વધુ ૨કમનું અનુદાન આપનાર ઇ.એમ. ચેરીટેબલ ટ્રસ્ટ – સુરત માં પ્રણેતા તેમજ ઉદાદીલ દાતાશ્રી વલ્લભભાઈ પી. સવાણી તેમનાં પૌત્ર શ્રી સ્નેહલભાઈ સવાણી સાથે તાજેતરમાં હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલમાં ચાલતા સેવાકાર્યથી ખુબ પ્રભાાહિત થઈને પ્રસન્નતા વ્યકત કરી હતી. તેઓશ્રીને હોસ્પિટલનાં મંત્રી-બી.એલ.રાજારા, ટ્રસ્ટી-પરેશભાઈ ડોડીયા અને ખજાનચી-લવજીભાઈ નાકરાણી હા૨ા હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Recent Comments