ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં દર્દીનારાયણની નિ:શુલ્ક આરોગ્ય સેવાર્થે સુવિધા યુક્ત નવો ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગ, ડાયાલીસીસ સેન્ટર ડિડની વિભાગ, કેન્સર સારવાર અને આંખના પડદાની સા૨વા૨ માટે રેટીના વિભાગ તેમજ સંભવિત કાર્ડિયાક વિભાગ માટે પાંચ માળનાં હોસ્પિટલ બિલ્ડીંગ નં.-૨ નાં નિર્માણકાર્યમાં શુભારંભ સ્વરૂપે ‘‘ખાતમૂહુર્ત વિધી કાર્યક્રમ” માં સવા કરોડથી વધુ રકમના મુખ્ય આઠ દાતાશ્રીઓ સર્વશ્રી (૧) શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ (૨) શ્રી વિપુલભાઇ પારેખ (3) ગં. સ્વ. જયાબા જે. ઠેસિયા (૪) ડો. શ્રી નટુભાઈ રાજપરા સાહેબ વતિ શ્રી પરેશભાઈ ધડુક (૫) શ્રી વિપુલ તથા શ્રી વિશાલ ૨ાજપ૨ા પતિ શ્રી વિજય રાજપરા (૬) શ્રી શૈલેભાઇ પટેલ (૭) શ્રી નરેશભાઈ કેવડિયા (૮) શ્રી વિનોદકુમા૨ જૈન પતિ શ્રી વાલજીભાઈ વઘાસિયા ઉપરાંત શ્રી હિંમતભાઇ શેલડિયા તથા શ્રી હેમંતભાઇ રાણપરિયા, શ્રી સંજયભાઇ ચોવટિયા, શ્રી વિજયભાઈ અકબરી રાજકોટ ના વરદ હસ્તે તા.૦૨/૦૯./૨૦૨૩ ને શનિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે સંપન્ન થયેલ છે.
કાર્યક્રમ બાદ સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય દાતાશ્રીઓનું ટ્રસ્ટીગણ દ્વા૨ા પુષ્પગુચ્છ, શાલ, પુસ્તક અને સન્માનપત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ઉદારદિલ દાતાશ્રી વિજયભાઈ વિરાણી ઢસા . દ્વા૨ા આજીવન પ્રતિમાસ રૂા. એક લાખ અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ (કચ્છ-ભુજ)ના વતની, અગ્રણી ઉઘોગપતિ શ્રી ગોપાલભાઇ ગોરસીયા દ્વારા રૂ।. પચ્ચીસ લાખ ના અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી. આ બન્ને દાતાશ્રીઓનું પણ પુષ્પગુચ્છ, શાલ, પુસ્તક અને સન્માનપત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
સ્વાગત પ્રવચન ઉપપ્રમુખ શ્રી રસીકભાઈ ભીંગરાડિયા એ, દાતાઓ અંગેની વિસ્તૃત માહિતી સાથે પ્રાસંગીક પ્રવચન મંત્રી શ્રી બી. એલ. રાજપરા એ કાર્યક્રમના અંતે આભારવિધિ ટ્રસ્ટીશ્રી પરેશભાઈ ડોડિયા એ કરેલ હતી. આ કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં રાખવાનું નકકી થયેલ હોવાથી મુખ્ય દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, આશ્રમના સેવક સમુદાય, હોસ્પિટલ સ્ટાફ પ૨ીવા૨ મળી કુલ ૫૦૦ લોકો ઉપરાંત મોટી સંખ્યામાં દર્દીનારાયણ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લઇ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
Recent Comments